મૌની રોયે હીથ્રો એરપોર્ટ પર પોતાની સાથે વંશીય ભેદભાવ થયો હોવાનો દાવો કર્યો
મૌની રોયે હીથ્રો એરપોર્ટ પર પોતાની સાથે વંશીય ભેદભાવ થયો હોવાનો દાવો કર્યો
Blog Article
યુવા અભિનેત્રી મૌની રોયની નવી ફિલ્મ ‘ભૂતની’ પહેલી મેના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ અગાઉ મૌની પોતાની ટીમ સાથે લંડનથી ભારત પરત જઇ રહી હતી ત્યારે હીથ્રો એરપોર્ટ પર તેને ખૂબ કડવો અનુભવ થયો હતો. બ્રિટિશ એરવેઝના સ્ટાફ દ્વારા ઉદ્ધત વર્તન અંગે ફરિયાદ કરતા મૌનીએ કહ્યુ હતું કે, ફ્લાઈટમાં બોર્ડિંગ કરવા માટે પણ બે હાથ જોડીને રડી પડી હતી.
મૌની રોય અને તેની ટીમના કેટલાક સભ્યો 11 કલાકની મુસાફરી કરીને હીથ્રો એરપોર્ટ પહોંચ્યા હતા. તેની ટીમના અન્ય સભ્યોની ફ્લાઈટ અલગ હતી. તેથી મૌનીએ ફરજ પરના અધિકારીને ટીમના ચાર સભ્યોને પોતાની જ ફ્લાઈટમાં ટિકિટ આપવા વિનંતી કરી હતી. મૌનીએ એક્સ્ટ્રા પેમેન્ટની તૈયારી બતાવી હતી, પરંતુ ફરજ પરના વિધર્મી વ્યક્તિએ ખરાબ વર્તન કરીને મૌનીનો ફ્લાઈટમાં જવાનો વિચાર છે કે નહીં? તેમ કહી ઉતારી પાડી હતી.